જટિલ સ્ત્રીરોગથી 10 મહિનાથી પીડિત બહેનને તાકીદે મદદ કરવા દર્દભરી અપીલ.

New Report dated 02/10/2024.

Old Report dated 01/10/2024. 

ભરૂચ, સુરત વડોદરા, નડિયાદ, આણંદ, જંબુસરમાં આવેલ કુલ 19 હોસ્પિટલો, ડૉક્ટરોના રિપોર્ટ, યુરિનલ લીક સારવારની ફાઈલોના અભ્યાસથી અને દર્દીના કુટુંબીજનો સાથેની ચર્ચાથી જાણવા મળ્યું છે કે  ટંકારીઆ ગામના  મેહજબીન હુસેન ઈબ્રાહીમ મન્સૂરી જેમની ઉંમર 33 વર્ષ છે તેઓ છેલ્લા દશ મહિનાથી સતત સારવાર હેઠળ છે. હુસેનભાઇ ઈબ્રાહીમ મન્સૂરી જેઓ રીક્ષા ચલાવી પોતાના કુટુંબની જવાબદારીઓ નિભાવે છે તેમણે અત્યાર સુધી ખૂબ મોટો ખર્ચ ઉઠાવીને 19 હોસ્પિટલોની મુલાકાત લઈ પોતાની પત્નીને આ જટિલ બીમારી માટે સારવાર અપાવી છે પરંતુ એમની પરિસ્થિતિમાં હજુ સુધી સુધારો થયો નથી. દર્દીને છેલ્લે સુરતની પ્રિશ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સેવા બજાવતા ડૉ. સુબોધ કાંબલેને બતાવતાં તેમણે સ્પેશિયલ પદ્ધતિથી ઑપરેશન કરવામાં આવે તો બહેનની આ તકલીફ દૂર થશે એવી જાણકારી આપી હતી.

જાતમાહિતી મેળવવા અને જરૂરી ચર્ચા વિચારણા માટે 23/9/2024ને સોમવારના રોજ જાકીરભાઈ ઇસ્માઇલ ઉમટા અને બીલાલભાઈ મેલાએ દર્દી અને તેમના કુટંબીજનોને સાથે લઈ સુરતની ICON હોસ્પિટલ અને સુરતની પ્રિશ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ એમ બે હોસ્પિટલોના ડોકટરોની મુલાકાત લીધી હતી. અંતે બધાના સલાહ મશવેરા પછી પ્રિશ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ઓપરેશનનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો છે. ડોકટર સાથેની વાતચીતથી આ જટિલ ઓપરેશન અને અન્ય ખર્ચ મળી કુલ રૂ. 350000/- નો ખર્ચ થશે એવી જાણકારી મળી છે. આયુષ્યમાન કાર્ડથી આ ઓપરેશન થઇ શકે એમ નથી.

આપ ઝકાત, સદકો, લિલ્લાહ રકમ નીચે જણાવેલ ભાઈઓને મોકલી આપી આ બહેનની લાંબા સમયની પીડા દૂર કરવાના આ કામમાં મદદરૂપ થઈ સવાબના હકદાર બનશો એવી દર્દભરી અપીલ કરવામાં આવે છે.

(૧) યુનુસભાઇ અહમદ દાદાભાઈ ખાંધિયા. 9825914750 (સહાયની રકમ ફારૂક ખાંધિયાની દુકાને જમા  કરાવી શકાશે)

(૨) યુનુસભાઈ ગણપતિ 9824183914

(૩) મુસ્તાકભાઈ દૌલા 9998269539.

(૪) નાસીરહુસેન અહમદ લોટીયા. 9624039171.

એક વર્ષથી સતત તકલીફ વેઠી રહેલા આ બહેન અને તેમના કુટુંંબીજનોને એક આશાનું કિરણ દેખાયું છે ત્યારે એમના આ મુશ્કેલ સમયમાં આપણે મદદ કરી અલ્લાહની રજામંદી હાસલ કરવા માટે પ્રયત્નો અને દુઆ કરીએ. અલ્લાહ તઆલા આ બહેનને મુકમ્મલ શીફા આપે અને એમના કુટુંબીજનો ફરીથી રોજી રોજગાર મેળવવાના કામમાં ધ્યાન આપી શકે એવા અસબાબ અલ્લાહ તઆલા પેદા કરે. આમીન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*