જશ્ન એ ગૌષે આઝમ

આજરોજ વલીઓના સરદાર હઝરત ગૌષે આઝમ પીરાને પીર રહમતુલ્લાહ અલયહેની યાદમાં અગિયારમી શરીફના મુબારક મહીનાના મૌકા પર મદ્રસ્એ મુસ્તુફાઈય્યહ ટંકારીઆ તથા દારુલ ઉલુમ અશરફીયહ મુસ્તુફાઈય્યહના તુલ્બાઓ અને ઉસ્તાદો માટે સામુહિક ન્યાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.

ગૌષે પાક એમના જીવન દરમ્યાન પોતાના દસ્તરખાન ઉપર લોકોને બોલાવી ભરપેટ ભોજન કરાવતા હતા અને સમગ્ર જીવન દમિયાન લોકોને એની તાકીદ પણ કરતા રહેતા હતા.  આપની બેનમૂન ખિદમતોને યાદ કરીને એમની હિદાયતોને અનુસરીને વિશ્વમાં સામુહિક ન્યાઝના પ્રોગ્રામ થતા હોય છે. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ (બ્રાન્ચ નંબર ૭૧) દ્વારા આજરોજ આવા સુંદર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામ ની શરૂઆતમાં ફાતેહા ખ્વાની પછી સમગ્ર માનવજાત માટે અને ખાસ કરીને ભૂખ્યા તરસ્યા મજલુમો માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*