સમગ્ર પંથકમાં કડાકા ભડાકા સાથે વરસાદ
ગતરોજ રવિવારના દિવસે સાંજે ૫ વાગ્યાથી ઘટાઘોર વાદળો અને ભારે વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ ખાબક્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર એક્સપ્રેસ હાઇવે [ટંકારીઆ – પાદરીયા] પાસે વીજ પડવાથી ૩ વ્યક્તિઓના સ્થળ પર મોત નિપજતા અરેરાટી ફેલાઈ ગઈ હતી અને અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
આ વરસાદી આફતમાં ખેડૂતોનો તૈયાર માલ ભોંયભેગો થઇ ગયો છે. કાનમમાં મુખ્યત્વે કપાસની અને તુવેરની ખેતી વ્યાપક પ્રમાણમાં થાય છે. અને વરસાદને પગલે ખેતીમાં વ્યાપક નુકશાનીનો ભય સતાવી રહ્યો છે. ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ વધારે હોવાને કારણે ખેડૂતોએ પાકનું વાવેતર પણ કરી શક્યા નથી.
સતત વરસી રહેલા વરસાદને લીધે ખેતરોમાં વરાપ નહિ થવાના કારણે તુવેરની ખેતી મોટાભાગના ખેડૂતો કરી શક્ય નથી. મોંઘુ બિયારણ પણ વરસાદને કારણે બળી ગયું છે. પરંતુ જેમને આગોતરું વાવેતર કર્યું છે તેમને નુકશાની નો ભય છે. હવે ખેડૂતો મગ ની ખેતી તરફ મીટ માંડીને બેઠા છે.
હજુ ગયા મહિને સતત વરસી રહેલા વરસાદમાં થયેલા નુક્શાનીનું કોઈ વળતર હજુ મળ્યું નથી એવામાં પાછોતરા વરસાદે વધુ નુકશાન વેર્યું છે.
Leave a Reply