ટંકારીઆ ગામની ટીમે PMET SURAT ની મુલાકાત લીધી
PMET SURAT દ્વારા જુદાજુદા શૈક્ષણિક પ્રોગ્રામો માટે વિવિધ શૈક્ષણિક યોજનાઓ હેઠળ મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવે છે. જે અંતર્ગત ટંકારીઆ ગામના વિદ્યાર્થીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)ના અભ્યાસમાં જોડાયા હતા.
ટંકારીઆ ગામના યુનુસભાઇ ખાંધિયા, ઝાકીરભાઈ ઉમટા, નાસીરભાઈ લોટીયા, મોહસીન સાહેબ મઠિયાએ તારીખ ૧૬/૧૧/૨૦૨૪ ના રોજ PMET SURATની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન શિક્ષણ, સામાજિક, પાયાના કાર્યક્રમો અને વિદ્યાર્થીઓને લગતા વિવિધ વિષયો પર ફળદાયી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મૂળ ટંકારીઆ ગામના વતની, PMET SURAT ના આદ્યસ્થાપક અને ટ્રસ્ટીઓમાંના એક એવા મુહમ્મદભાઈ ભાયજી તથા વહીવટી કર્મચારીઓએ આ ફળદાયી ચર્ચામાં ભાગ લીધો હતો. સામુહિક રીતે પ્રયાસો કરી મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ક્ષેત્રે ઘણું કામ કરી શકાય એ બાબતને ધ્યાનમાં રાખીને ગત વર્ષે પણ ટંકારીઆ હાઇસ્કૂલના હોલમાં યોજયેલા એક સુંદર કાર્યક્ર્મમાં PMETના આદ્યસ્થાપક અને ટ્રસ્ટીઓ એવા યુસુફસાહેબ લાટ, મુહમ્મદભાઈ ભાયજી, ટંકારીઆ હાઇસ્કૂલ મેનેજમેન્ટ, સ્ટાફ, વિધાર્થીઓ, ગામની બધી જ શૈક્ષિણક સંસ્થાઓના પ્રતિનિધિઓ, જુદા જુદા વ્યવસાયના તજજ્ઞો અને ગામના આગેવાનોએ ભાગ લીધો હતો.
WBVF ના નેજા હેઠળ CA ફાઉન્ડેશન કોર્સમાં ભરૂચ ખાતે અભ્યાસ કરી રહેલા ૦૬ વિધાર્થી ભાઇ બહેનો સહિત હાલમાં ટંકારીઆ ગામના કુલ ૧૨ વિધાર્થી ભાઇ બહેનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) નો અભ્યાસ કરી રહ્યા છે ત્યારે ટંકારીઆ ગામ માટે એક નવી આશા જન્મી છે. અલ્લાહ તઆલાની મદદથી સફળતા મળે એ માટે આપણે અલ્લાહ તઆલાથી ખાસ દુઆ કરીએ.
Leave a Reply