શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ દ્વારા સરાહનીય કાર્ય
હવે શિયાળાનો પ્રારંભ લગભગ થઇ ગયો છે. એટલે ઠંડી તેના રોદ્ર સ્વરૂપમાં પડશે. આ ઠંડીમાં સામાન્ય લોકો પોતાનો બચાવ ગરમ પોશાક તથા ગરમ ધાબળા વગેરેથી કરશે પરંતુ ગરીબ લોકો ને ઠંડી થી રક્ષણ મેળવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જેને પોતાના પ્રાધાન્ય માં રાખી ચાલુ વર્ષે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ શાખા એ ગરમ ધાબળા તથા ગરમ કંબલો લાવી ગરીબો તથા જરૂરિયાતમંદો ને પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે. જે અંતર્ગત ટ્રસ્ટ દ્વારા ગરમ ધાબળા તથા કંબલો ખરીદી ગરીબ તથા જરૂરિયાતમંદો ને પહોંચાડી હતી. ગતરોજ મોડી રાત્રે ટ્રસ્ટના કાર્યકરો ઠેઠ ભરૂચ સુધી જઈ જરૂરિયાતોને કંબલો ઓઢાડી હતી. કંબલો મેળવનાર ગરીબ લોકોએ ખુબ ભલી દુઆઓથી આ કાર્યકરોને નવાજયા હતા.
Leave a Reply