Well Wisher’s Summit was held at The Tankaria High School, Tankaria

ટંકારીઆ  હાઇસ્કુલ ટંકારીઆ ખાતે WELL WISHER’S SUMMIT નું આયોજન શાળાના હોલમાં તા. ૧૭/૦૧/૨૦૨૫ ને શુક્રવારના  રોજ સવારે ૯;૩૦ કલાકે રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન શાળાના ENGLISH CLUB દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના શિક્ષકો ઈલ્યાસ સાહેબ ભોજા,  હફસાનાબેન  ભૂતા, મેહજબીનબેન ખાંધિયા અને મોહસીન પટેલ સાહેબનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં ‘ટંકારીઆ રત્ન’ જનાબ ‘અદમ’ ટંકારવી, જનાબ ઈમ્તિયાઝભાઈ વરેડિયાવાલા ઉર્ફ ‘ટંકારવી’,  જનાબ ઐયુબભાઈ મિયાજી, જનાબ ઈકબાલભાઈ ધોરીવાલા,જનાબ ઇસ્માઇલભાઇ ખૂણાવાલા, જનાબ અબ્દુલભાઈ ભુતાવાલા, જનાબ દિલાવરભાઈ દશાનવાલા [Founder Trustee MMMCT, VCT], જનાબ સુહેલ સાહેબ (CEO – MMMCT), જનાબ ઝાકીરભાઈ ઉમતા, જનાબ નાસીરભાઈ લોટીયા હાજર રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય ગુલામ સાહેબ ઉપરાંત અદિબા પટેલ, ફાતીમા માલજી, હુમેદ પટેલ, ફૈઝ પટેલ, સઅદ અમેરીકન, મુસ્કાન ડાહ્યા અને મોહસીના દિવાન દ્વારા તબક્કાવાર રીતે કરવામાં આવ્યું જેથી શાળાના વિદ્યાર્થીઓમાં પણ કાર્યક્રમના સંચાલનનો ગુણ કેળવાય. કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી મુહંમદ ઈલ્યાસ ભોજા અને સઅદ જુનેદ અમેરીકન દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ જકીય્યાહ ભૂતા, મેહજબીન મેંક, શના અંસાર, અફીફા જંઘારીયા, માહેનૂર ઉમટા દ્વારા નાત શરીફ પઢવામાં આવી હતી. સ્વાગત ગીત ઈસરત પટેલ, સફીકા સેટા, મુઅઝ્ઝમા ખૂણાવાલા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. મહેમાનોનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્યશ્રી ગુલામ સાહેબ દ્વારા કરવામાં આવ્યું. શાળાની મેનેજમેન્ટ કમિટીના ચેરમેન જનાબ અબ્દુલભાઈ ભુતાવાલા અને  સ્ટાફના અન્ય સભ્યો દ્વારા  મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાજર રહેલા તજજ્ઞો જનાબ ‘અદમ’ ટંકારવી સાહેબ, જનાબ ઈમ્તિયાઝભાઈ વરેડિયાવાલા ઉર્ફ ‘ટંકારવી’, જનાબ ઈસ્માઈલભાઈ ખૂણાવાલા જનાબ દિલાવરભાઈ દશાનવાલા, જનાબ ઈકબાલભાઈ ધોરીવાલા દ્વારા સુંદર અને પ્રેરણાદાયી પ્રવચનોને અવારનવાર તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યા  હતા. આ શાળાની વિદ્યાર્થીની પ્રતિક્ષા પંચાલ કે જે  Msc (Physics)ની પદવી મેળવ્યા પછી હાલમાં PhD નો અભ્યાસ કરી રહી છે તેનું તથા શાળાના અન્ય તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જેમણે જુદા જુદા ક્ષેત્રે સિદ્ધિ મેળવી છે એવા વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓને આ કાર્યકમમાં પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે હાજરજનોએ સુંદર પ્રતિભાવ આપી તેમની સિધ્ધિઓને તાળીઓના ગડગડાટથી બિરદાવી હતી. શાળાના આચાર્ય શ્રી ગુલામ સાહેબે અત્રેની વિજ્ઞાન શાખામાંથી ધોરણ ૧૨ની પરીક્ષા પાસ કરીને જેઓ ડોક્ટર, નર્સિંગ , BSc જેવી અન્ય શાખાઓમાં ડીગ્રી મેળવી કારકિર્દી બનાવી ચૂક્યા છે એવા સફળ વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓની આંકડાકીય માહિતી આપી હતી.

શાળાના અંગ્રેજી વિષયના શિક્ષક જનાબ મોહસીન પટેલ સાહેબ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

આ સુંદર અને સફળ કાર્યક્રમના અતિસુંદર પ્રવચનો, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ સુંદર કૃતિઓ સહિતના આખા કાર્યક્રમનો વીડિયો જોવા માટે અહીં નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

WELL WISHER’S SUMMIT held at The Tankaria High School, Tankaria

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*