Important Updates

1. Deliberation Program: M. A. M. English Medium School, Tankaria
2. Well Wisher’s Summit: The Tankaria High School, Tankaria
3. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ દ્વારા યોજાયેલા એન.આર.આઈ. ભાઈઓના સન્માન સમારોહના 05 Video
4. Dhabu Fatima Ishak (Shining Stars page)
5. Comment વાંચવા આ લિંક પર ક્લિક કરો.

2 Comments on “Important Updates

  1. ટંકારીઆ ગામની વેબસાઈટના ઉદ્દેશો પૈકી ગામના સમાચાર, અન્ય પ્રવૃત્તિઓ, સંસ્થાઓ દ્વારા આયોજિત કાર્યક્રમોની માહિતી પૂરી પાડી, કેટલીક રસપ્રદ માહિતીનો ઉમેરો કરી ગામના દેશ-વિદેશમાં રહેતા લોકોને એકબીજા સાથે જોડવાનો છે. ગામની સંસ્થાઓ દ્વારા આયોજિત કાર્યક્રમના ઉદ્દેશ પાર પડે, સંસ્થાઓને જરૂરી પ્રોત્સાહન મળે એ હેતુથી આવા કાર્યક્રમોના સમાચાર અને અહેવાલ પ્રકાશિત કરવામાં આવે છે. વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ અને અન્ય વ્યક્તિઓ દ્વારા મેળવેલ અનોખી સિદ્ધિને ઉજાગર કરી તેમને પ્રોત્સાહિત કરવા ઉપરાંત તેઓની સિદ્ધિ બીજા માટે માર્ગદર્શક બને એ પણ આ વેબસાઈટનો એક ઉદ્દેશ છે. ઘણા ગામોની વેબસાઈટ શરૂ થઈ હતી પરંતુ વોટ્સએપ અને ફેસબુકના આ જમાનામાં બંધ પણ થઈ ગઈ. અગાઉ એક મહિના દરમિયાન My Tankaria વેબસાઈટ એક લાખથી વધુ વખત આ વેબસાઈટના વપરાશકર્તાઓ દ્વારા દેશ-વિદેશમાં જોવામાં આવતી હતી જે આંકડો વોટ્સએપ અને ફેસબુકના કારણે હવે લગભગ ૪૫૦૦૦ થી ૬૫૦૦૦ રહી ગયો છે એવું વેબસાઈટના Dashboard પરના Reports દ્વારા Admins ને જાણવા મળે છે. લોકોને My Tankaria વેબસાઈટનો લાભ મળતો રહે એ હેતુથી Important Updates, New જેવા ટાઇટલ હેઠળ આ વેબસાઈટના સૌથી વધુ જોવાતા News વિભાગમાં સમયાંતરે ઉમેરાતા રહેતા સમાચારોની ઉપર કેટલાક અગત્યના સમાચાર, અગત્યના કાર્યક્રમોની લિંક કેટલાક દિવસો સુધી Sticky Post તરીકે રાખવામાં આવે છે જેથી દુનિયાના જુદા જુદા ટાઇમ ઝોન ધરાવતા દેશોમાં રહેતા My Tankaria વેબસાઈટના વપરાશકર્તા સુધી આવા અગત્યના સમાચાર અને અન્ય અગત્યની માહિતી બિનચૂક પહોંચી શકે. આ વેબસાઈટ ચલાવવામાં તેના સંચાલકો દ્વારા ફાળવવામાં આવેલા હજારો કલાકો અને માતબર રકમ ખર્ચ કર્યા પછી વેબસાઈટમાં નવી નવી રસપ્રદ બાબતોનો ઉમેરો કરી એને ચાલુ રાખવાના પ્રયત્નોના ભાગરૂપે જ Important Updates, New જેવા ટાઇટલ હેઠળ સમાચાર વિભાગમાં કેટલાક દિવસો સુધી સૌથી ઉપર રહે તેવી Sticky Post માં links મૂકવામાં આવે છે. આજે તારીખ ૧૯/૦૧/૨૦૨૫ ને રવિવારના રોજ વેબસાઈટના Dashboard પરના Report મુજબ છેલ્લા 30 દિવસમાં Page Views 65,579 છે. જે અગાઉના 30 દિવસના આંકડા કરતાં 34 % નો વધારો બતાવે છે. આપ સૌનો આભાર.

    • Masha Allah.
      Digital platform has played a key role in binding people together across the globe. Tankaria is one of the pioneer in this area with execution of this website. Updating regular updates keeps this website live in hearts of every Tankaravi.
      ઈમ્તીયાઝ મોદી (~ મુસવ્વિર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*