હો હમારા કામ ગરીબોકી હિમાયત કરના, દર્દમંદોસે ઝઈફોં સે મહોબ્બત કરના

મદદ માટે અપીલ

બરફ-ગોળાની લારી ચલાવી પોતાના કુટુંબનું ભરણપોષણ કરતા આપણા ગામના અબ્દુલ્લાહ શેફાના પત્ની ફરજનાબાનુંને રાત્રે કાર્ડિયેક એરેસ્ટ આવતા તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમના હાર્ટ સાથે લીવર અને કિડનીમાં પણ ડેમેજ જણાતાં તાત્કાલિક સુરત ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ વેન્ટિલેટર પર છે. ડોક્ટર સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલત થોડી ક્રિટિકલ છે અને તેમણે વેન્ટિલેટર પર રાખવા જ પડશે અને ક્યાં સુધી તે ચોક્કસ માહિતી આપી શકે તેમ નથી. તો હાલ પૂરતા રૂપિયા બે (૨) લાખની જરૂરત છે કે જેથી વેન્ટિલેટરનો ખર્ચ ભરપાઈ થઇ શકે, કદાચ આગળ કન્ડિશન સુધરતાં વધુ મદદની જરૂર પડશે તો જાણ કરીશું. તો આ માટે આપને મદદની અપીલ કરીએ છીએ. આ મદદમાં આપ કોઈ પણ પ્રકારની રકમ આપી શકો છો.
મદદ મોકલવા માટે નીચેના વ્યક્તિનો સંપર્ક કરશો.
૧. યુનુસ ગણપતિ : ૯૮૨૪૧ ૮૩૯૧૪.
૨ . ફારૂક ખાંધિયા : ૯૮૨૪૫૫૪૪૮૦.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*