ઘી ટંકારીઆ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં ફનફેર યોજાયો
આજ રોજ તારીખ : ૨૯/૦૧/૨૦૨૫ બુધવારના રોજ ધી ટંકારીઆ ઈંગ્લીશ મિડીયમ સ્કૂલમાં બાળકો માટે એક ઘણોજ સુંદર, આનંદદાયક (FUN FAIR મેળો) પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. ખરેખર આ પ્રોગ્રામ દરેક જ માટે એક અનોખો પ્રોગ્રામ હતો.
આ પ્રોગ્રામનું ઉદ્ઘાટન ટંકારીઆ હાઈસ્કૂલના આચાર્ય ગુલામભાઇ પટેલ સાહેબે કર્યું હતું. તેમજ હાઈસ્કૂલના દરેક સ્ટાફે હાજરી આપી ધી ટંકારીઆ ઈંગ્લીશ મિડીયમ સ્કૂલના બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ ફનફેરમાં શાળાના બાળકોએ વિવિધ સ્ટોલ લગાવી પોતાની વસ્તુઓનું વેચાણ કર્યું હતું જેનાથી તેમની વેપાર પ્રત્યે રુચિ વધે અને ભવિષ્યમાં વેપાર પ્રત્યે સંવેદનશીલ થાય અને આવા શિક્ષણ દ્વારા આજના બાળકો આવતીકાલનું પોતાનું ભવિષ્ય વધુ ઉજળું બનાવે અને પોતાના કુટુંબનું, ગામનું તથા સમાજનું નામ રોશન કરે. આખા પ્રોગ્રામ દરમિયાન દરેક જ વિદ્યાર્થીના ચહેરા પર એક અજીબ આનંદ અને કામ કરવાની ધગશ અને જઝબો હતો. આ બાળકો ખુબ ખૂબ મુબારકબાદી ને લાયક છે.
Leave a Reply