બારીવાલા ગ્રાઉન્ડ પર ચેરિટી મેચ યોજાઈ

ટંકારીઆ ગામમાં આવેલ લોન આચ્છાદિત ક્રિકેટ મેદાન પર આજરોજ ગરીબ અને બેસહારા અપરણિત છોકરા-છોકરીઓ ની શાદી માટે એક ચેરિટી મેચનું આયોજન બારીવાલા ગ્રાઉન્ડના માલિક સઈદભાઈ બારીવાલા દ્વારા કરવામાં આવ્યું હતું. આ મેચમાં જે પણ ચેરિટી માટે રકમ આવે તેનો ઉપયોગ ફક્ત અને ફક્ત ગરીબ અને બેસહારા અપરણિત છોકરા-છોકરીઓ ની શાદી માટે જ કરવામાં આવશે. હવે પછી આયાજકો અને વડીલોના માર્ગદર્શન હેઠળ સમૂહ લગ્નનું આયોજન બારીવાલા ગ્રાઉન્ડ પર કરવામાં આવશે, જેની વિસ્તૃત માહિતી કાર્યક્રમ ની રૂપરેખા તૈયાર થયા બાદ આ માધ્યમ થકી જાણ કરવામાં આવશે. આ કાર્યક્રમની સફળતાપૂર્વકની કામગીરી આરીફ બાપુજી, હારુન ઘોડીવાળા અને માજી સરપંચ ઝાકીર ઉમતાએ કરી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*