ઘી ટંકારીઆ હાઈસ્કૂલ ટંકારીઆમાં NEET 2025 Crash Course માટેની મિટિંગ યોજાઈ
ઘી ટંકારીઆ હાઈસ્કૂલ ટંકારીઆમાં મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુક ટંકારીઆ હાઈસ્કૂલના અને આજુબાજુની વિજ્ઞાન પ્રવાહની શાળાના વિદ્યાર્થીઓ માટે જરૂરી NEET 2025 Crash Courseનું આયોજન થઇ રહ્યું છે. NEET [National Eligibility-cum-Entrance Test] ના વર્ગો PMET [Progressive Muslim Education Trust] સુરત દ્વારા સ્પોન્સર કરવામાં આવશે. આ માટે સંલગ્ન ટીમ સાથે ટંકારીઆ હાઈસ્કૂલમાં મિટિંગનું આયોજન PMETના આદ્યસ્થાપક અને સક્રિય ટ્રસ્ટી મુહમ્મદભાઈ ભાયજીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. જેમાં ટંકારીઆ હાઈસ્કૂલના આચાર્ય ગુલામ પટેલ, શાળાના સુપરવાઈઝર સિદ્દીક દેગ, Neuron Career Institute – Suratના ફાઉન્ડર અફઝલ રહેમાન પડાયા, સુરતના વિજ્ઞાન શાખાના તજજ્ઞ યોગેશભાઈ, વડોદરાના વિજ્ઞાન શાખાના તજજ્ઞ જીગ્નેશભાઈ ગોસાઈ, ટંકારીઆ હાઈસ્કૂલના વિજ્ઞાન શાખાના શિક્ષકો સોયેબ વહોરા, નરગીસ તલાટી, ફૈઝાન મન્સૂરી, સુફિયાન પટેલ ઉપરાંત વલણ હાઈસ્કૂલના ભૌતિક વિજ્ઞાનના શિક્ષક નાઝીમભાઈ, સાંસરોદ હાઈસ્કૂલના સેક્રેટરી દાઉદભાઈ, સાંસરોદ હાઈસ્કૂલના કાર્યકારી આચાર્ય શબ્બીરભાઈ કડીવાલા, દયાદરા હાઈસ્કૂલના કાર્યકારી આચાર્ય ઇલ્યાસભાઈ પટેલ, હાલ સુરતમાં રહેતા ડૉ. શેખ એહમદ, ટંકારીઆના યુનુસભાઇ ખાંધિયા, નાસીરહુસેન લોટીયા, ઝાકીર ઉમતા હાજર રહ્યા હતા.
NEET માટેના Crash Courseનું આયોજન સર્વસંમતિથી નીચે મુજબ કરવામાં આવ્યું છે.
૧. સૌ પ્રથમ દરેક શાળામાંથી Crash Courseમાં જોડાવા ઇચ્છુક વિદ્યાર્થીઓની યાદી બનાવવામાં આવશે.
૨. આ વિદ્યાર્થીઓની ૬૦ ગુણની પ્રિ-ટેસ્ટ લેવામાં આવશે.
૩. પ્રિ-ટેસ્ટમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે Crash Course માં પ્રવેશ આપવામાં આવશે.
૪. Crash Course માં પ્રવેશ પામનાર વિદ્યાર્થીઓ માટે દરરોજ ૪-૫ કલાકનું અધ્યાપન કાર્ય, ૧-૫ કલાકનું સ્વ-અધ્યાપન કાર્ય રહેશે.
૫. વિદ્યાર્થીઓ માટે દર ત્રણ દિવસે NEETની પેપર સ્ટાઇલ મુજબનું ૭૨૦ ગુણનું પેપર લેવામાં આવશે.
૬. આ Crash Course ૫૧ દિવસનો રહેશે.
આ મિટિંગમાં હાજરજનોએ પોતાના તરફથી શક્ય એવો તમામ સાથ-સહકાર આપવાની બાહેંધરી આપી ટંકારીઆ હાઈસ્કૂલના ચેરમેન અબ્દુલ્લાહ ભુતાએ આ શુભ કાર્ય માટે પ્રિમાઇસિસનો ઉપયોગ કરવા માટે પરવાનગી આપી એ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આજની મિટિંગમાં મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે જરૂરી NEETની પરીક્ષાની તૈયારી માટેના વર્ગોમાં જોડાઈ ઉજ્જવળ ભવિષ્ય બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું. NEET 2025 Crash Course માટે પ્રિ-ટેસ્ટ અને NEET માટેના વર્ગોની શરૂઆત માર્ચ ૨૦૨૫ના બીજા અઠવાડિયામાં થાય એવું આયોજન છે.
NEET Crash Course અંગે અન્ય જરૂરી માહિતી શાળાના કાર્યાલય દ્વારા પૂરી પાડવામાં આવશે.
❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ દેર આયે દુરૂસ્ત આયે ગુડ વર્ક