ધોરણ ૧૦ની પરીક્ષાના ટંકારીઆ કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી.

ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષાના ટંકારીઆના કેન્દ્ર નં. ૪૧૯ ખાતે પરીક્ષાના આરંભે વિદ્યાર્થીઓને શાળા પરિવાર અને ગામના આગેવાનો દ્વારા ગુલાબના ફૂલ અને ચોકલેટ આપી ઉષ્માભર્યું સ્વાગત કરી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Gujarat Secondary and Higher Secondary Education Board દ્વારા લેવામાં આવતી ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષાની શરૂઆત તારીખ ૨૭/૦૨/૨૦૨૫ ને ગુરુવારના રોજ થઈ છે. ધી ટંકારીઆ હાઇસ્કૂલ ટંકારીઆના પરીક્ષા કેન્દ્ર ખાતે શાળાના માનદ મંત્રી અબ્દુલભાઈ ભુતાવાલા, શાળાના આચાર્ય ગુલામ પટેલ, અબ્દુલભાઈ કામથી, અબ્દુલભાઈ ટેલર, જાકીરભાઈ ઉમતા, એમ.એ. એમ. શાળાના ઇશાકભાઈ મનકી, યુસુફભાઈ જેટ, મુસ્તાકભાઇ બાબરીયા, અઝીઝભાઇ ભા, ઈરફાનભાઈ મેલા, આરીફભાઈ બાપુજી, અન્ય આગેવાનો  સહિત ધી ટંકારીઆ હાઇસ્કૂલ ટંકારીઆના શિક્ષકોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આવકાર્યા હતા.
Please Click on the Video link. આ લિંક પર ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*